બનાસકાંઠા જિલ્લા ની મોટાભાગની વસ્તી ગામડામાં વસે છે. ગામડામાં ખેતી એ મુખ્ય વ્યવસાય છે. ૧૯મી સદીમાં ખેડૂતોને ખેતી માટે પડતી નાણાંકિય જરૂરિયાત ગામના શેઠ શાહુકારો ઊંચા વ્યાજના દરે પુરી પાડતાં તે સંજોગોમાં ખેડૂત વ્યાજનું વ્યાજ અને ઉપરનું વ્યાજ ભરી આર્થિક રીતે પાયમાલ થઇ જતા હતા. ખેડૂતોને જોઇતા નાણાં સસ્તા વ્યાજે મળે અને સહેલાઇથી મળે તો જ ખેડૂતોને આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે લેન્ડ ઇમ્પ્રુવમેન્ટ લોન્સ એક્ટ ૧૯૮૩ તથા ખેડૂતો માટે ધિરાણનો કાયદો ૧૮૮૪ ઘડી કાઢવામાં આવેલ છે.
બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ, પાલનપુર બનાસકાંઠા જીલ્લા માં સહકારી પ્રવૃતિનો વ્યાપ વધે અને સહકાર થકી જિલ્લાનો વિકાસ થાય તેમજ બનાસકાંઠા જિલ્લાના ખેડુતો સારી રીતે ખેતી કરી શકે, પશુપાલન કરી શકે, તેમજ જિલ્લામાં શિક્ષણ અને જાગૃતતા આવે તેવા કાર્યો ૧૯પ૦ થી બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ કરી રહયો છે. જિલ્લા સહકારી સંઘ દ્રારા ગામડાઓમાં પર્યાવરણ બચાવો અભિયાન, કુપોષણ નિવારણ કાર્યક્રમ, યુવાનોને કારર્કિદી માગદર્શન સેમીનાર, સરકારની વિવિધ યોજનાઓની જન જાગૃતિ કાર્યક્રમ આવે કાર્યક્રમો જિલ્લા સંઘ કરતું આવ્યું છે. તેમજ રાજયની કુલ સહકારી મંડળીઓની કક્ષામાં બનાસકાંઠા જીલ્લાની સૌથી વધુ પ,રપ૭ મંડળીઓ ગામડાઓમાં કામ કરી રહી છે.
ખેડૂતોને ખેતી માટે જોઇતા નાણાંની સગવડ સસ્તા વ્યાજના દરે ન્યાય અને સહેલાઇથી વ્યાજબી શરતોએ નાણાં મળે તોજ ખેડૂતોનો આર્થિક પ્રશ્ન ઉકેલાય તેમ હતો. તે માટે તે વખતની કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી પ્રયત્નો કરવામાં આવ્યા હતા. તે સમયે યુરોપમાં સર રેફ્રીજને ગ્રામ્ય શરાફ મંડળીઓ સહકારી ધોરણે શરૂ કરેલી. આથી સહકારી પદ્ધતિનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારના આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે કરવાનો િવચાર તે વખતની મદ્રાસ સરકારે કર્યો અને સર ફેડ્રિક નિકોલ્સને યુરોપના પ્રવાસે મોકલ્યા. સર નિકોલ્સને ત્યાં ચાલતી ખેતી વિષયક પેઢીઓનો સાંગોપાંગ અભ્યાસ કરીને એક વિસ્તૃત અહેવાલ રજુ કર્યો. તે અહેવાલનો નિચોડ હતો, ‘‘રેફ્રીજન શોધી કાઢો’’ રેફ્રીજને રૂ કરેલી ગ્રામ્ય શરાફી મંડળીઓની જેમ સહકારી મંડળીઓ આ દેશમાં શરૂ કરવાથી ગ્રામ્ય વિસ્તારમાં સારી આર્થિક પ્રગતિ સાધી શકાશે તેવો સર નિકોલ્સનના અહેવાલને લક્ષમાં રાખીને ભારતના તે વખતના કેટલાક પ્રાન્તોમાં આ પ્રકારની સહકારી મંડળીઓ શરૂ કરવામાં આવી.
આવી સહકારી મંડળીઓ રચવાના છૂટા છવાયા પ્રયાસોથી કંઈક ખાસ ફાયદો થયો નહીં. તેવો અભિપ્રાય તે વખતના વાઇસરોય લોર્ડ કર્જને આપ્યો. તેથી સમગ્ર દેશમાં આ યોજના તપાસી ક્યા ધોરણે કાયદો ઘડવો તેની તપાસ માટે સર અંડવર્ડ લો ને નિમવામાં આવ્યા. સર એડવર્ડ લોની તપાસ અને કરેલાં સૂચનોને ધ્યાને લઇ સને ૧૯૦૪માં સહકારી શરાફી મંડળીઓનો કાયદો પસાર કરવામાં આવ્યો. આ કાયદામાં સહકારી ધોરણે નાણાં ઊભાં કરી ધિરધાર કરવા ગ્રામ્ય શરાફી મંડળીઓ ઉભી કરવાની જોગવાઇ હતી. તેમજ શહેરી વિસ્તારો માટે અર્બન સહકારી મંડળીઓ ઊભી કરવાની જોગવાઇ હતીઃ આમ ભારતમાં સહકારી પ્રવૃત્તિની વિધિવત શરૂઆત સને ૧૯૦૪થી શરૂ થઇ. ભારત દેશમાં સહકારી પ્રવૃત્તિનો પાયો કાયદો પસાર કરી સરકાર તરફથી નાંખવામાં આવેલ છે. સને ૧૯૦૪નો સહકારી મંડળીઓનો કાયદો સમગ્ર દેશ માટે હતો. સાથે સાથ સ્થાનિક પરિસ્થિતિ અનુલક્ષીને રાજ્ય સરકારી-પ્રાંત સરકારોને કાયદામાં જરૂરી ફેરફાર કરવાની સત્તાઓ પણ આપવામાં આવેલ હતી.
સન ૧૯૦૪ના કાયદામાં ફક્ત શરાફી મંડળીઓ નોંધવાની જોગવાઇઓ હતી. અન્ય કોઈ પ્રકારની સહકારી મંડળીઓ માટેની જોગવાઇઓ નહતી. આથી સન ૧૯૧૨ આવ્યો. સન ૧૯૧૯માં મોન્ટફર્ડ સુધારાના પરિણામે ‘સહકાર પ્રાંતિક’ વિષયો બન્યો. મુંબઈ સરકારે પહેલ કરીને સને ૧૯૨૫માં મુંબઈની સહકારી મંડળીનો કાયદો પસાર કર્યોઃ સન ૧૯૬૦માં મુંબઈ રાજ્યનું વિભાજન થતાં ગુજરાત રાજ્ય અલગ પડ્યું તા. ૧-૫-૬૦થી ગુજરાત રાજ્યની રચના થયા પછી ગુજરાત સહકારી મંડળીઓનો અધિનિયમ ૧૯૬૧ અમલમાં આવેલ છે. આ કાયદાના અમલીકરણની કામગીરી સહકારી ખાતા દ્વારા થાય છે.
સહકાર ખાતા હસ્તકની કામગીરી અમલીકરણ માટે રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ ગુ.રા. ગાંધીનગરની કચેરી ખાતાની વડી કચેરી છે. તેમના નિયંત્રણ હેઠળ વડી કચેરીમાં અધિક રજીસ્ટ્રાર, સંયુક્ત રજીસ્ટ્રાર, નાયબ રજીસ્ટ્રાર તથા મદદનીશ રજીસ્ટ્રાર જુદી જુદી કામગીરી સંભાળે છે. જ્યારે જિલ્લા કક્ષાએ સંબંધિત જિલ્લાના જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ કામગીરી સંભાળે છે. કુલ ૨૫ જિલ્લા આવેલા છે અને તમામ જિલ્લા મથકોએ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓની કચેરી આવેલી છે. મની લેન્ડીંગ એક્ટના અમલીકરણ માટે વડોદરા, મહેસાણા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગોધરા ખાતે મદદનીશ જિલ્લા રજીસ્ટ્રાર ધિરધારની કચેરીઓ આવેલી છે. રાજ્યમાં આવેલી તમામ સહકારી મંડળીઓના ઓડિટ કરાવવા માટે વિભાગીય કક્ષાએ – અમદાવાદ, વડોદરા, અને રાજકોટ ખાતે સંયુક્ત રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ઓડીટ (વિભાગીય)ની કચેરીઓ આવેલી છે. જ્યારે જિલ્લા કક્ષાએ ઓડિટ માળખું જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ હસ્તક છે, જે રાજ્યમાં આવેલી જુદા જુદા પ્રકારની સહકારી મંડળીઓના હિસાબો ઓડિટ કરવાની કામગીરી કરે છે. જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, તથા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો માટે વર્ગ-૧ અને વર્ગ-૨ની કક્ષાની ખાસ અન્વેષકોની જગ્યાઓ ઉભી કરવામાં આવેલ છે અને તે મહેકમ દ્વારા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોના ઓડિટની કામગીરી થાય છે. દૂધ મંડળીઓના ઓડિટ માટે અને દૂધ ઉત્પાદક સહકારી સંઘના ઓડિટ માટે સહકાર વિભાગ દ્વારા એક અલગ નિરીક્ષણ અને અન્વેષક સમિતિની રચના કરવામાં આવેલ છે અને આ સમિતિના મુખ્ય કાર્યપાલક અધિકાર રાજ્યમાં આવેલી દૂધ મંડળીઓ અને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘોમાં ઓડિટની કામગીરી અલગથી સંભાળે છે.
Office Phone : 02742 252503
Mobile : 94276 39899
બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘ
જુના ગંજ બજાર,
પાલનપુર - ૩૮૫૦૦૧ (ઉ.ગું)
Copyright © બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ. All rights reserved. | Privacy Policy | Designed & Developed By : www.pcubeweb.com (02742 255228)